ભારતીય રમી શું છે: અર્થ, ગોઠવણ, નિયમો, કેવી રીતે રમવું અને વધુ
Language | Slug |
---|---|
English | indian-rummy |
हिंदी | indian-rummy-hindi |
ગુજરાતી | indian-rummy-gujarati |
தமிழ்ી | indian-rummy-tamil |
తెలుగు | indian-rummy-telugu |
मराठीी | indian-rummy-marathi |
વિષયાર્થ કોષ્ટક :
- 13 પત્તા થી રમાતું રમી અથવા ભારતીય રમી ને કેવી રીતે રમી શકાય?
- 13 પત્તી રમીના નિયમો શું છે?
- 13 પત્તી રમીની સીક્વેન્સ કેવી રીતની હોય છે?
- સ્કોર મેળવવા માટેની પારમિતિ
- 13 પત્તી રમી જીતવા માટેની ટિપ્સ અને યુક્તિઓ
- 13 પત્તી રમીમાં પોઇન્ટ ની ગણતરી
- GetMega પર ઉપલબ્ધ રમીનાં વિવિધ સંસ્કરણો અને તેમની પોઈન્ટ ગણના પધ્ધતિ
ભારતમાં અને અન્ય દેશોમાં પત્તાની રમત - રમી ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વના વિવિધ ભાગોમાં રમી ના વિવિધ સંસ્કરણો રમાય છે. GetMega પર અમે રમીની વિવિધ આવૃત્તિઓમાંથી અમુક આવૃતિઓ વિશેની માહિતી પર આધારિત લેખોની શ્રેણી લઈને આવી રહ્યા છીએ. આ લેખમાં, અમે ભારતીય રમી વિષે સમજાવીશું. રમીનું આ સંસ્કરણ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે અને તેને 13 પત્તાંઓ વડે રમાતી રમી અથવા 13 પત્તી રમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં અમે લંડન રમી, રમી 500, કેલિફોર્નિયા રમી જેવા રમી નાં જ વિવિધ સંસ્કરણો અને પત્તાની રમત રમી વિષેની મૂળભૂત બાબતોને પણ વિવિધ લેખોમાં આવરી લીધા છે. અમારા બ્લોગ પર તેમને વાંચવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.
GetMega એક એવું અદ્ભુત પ્લેટફોર્મ છે જે તમને મિત્રો અને પરિવારજનો સાથે વિડિયો-ચેટ પર પણ વાસ્તવિક પૈસા સાથે રમવાનો અવસર પ્રદાન કરે છે. જાણી ને જ મજા આવી ગઈ, નહીં? હવે અત્યારે જ એપ ડાઉનલોડ કરો!
13 પત્તા થી રમાતું રમી અથવા ભારતીય રમી ને કેવી રીતે રમી શકાય?
આ રમી એ ભારતમાં સૌથી લોકપ્રિય પત્તા વડે રમાતી રમત છે. વારંવાર કૌટુંબિક મેળાવડાઓમાં, કિટ્ટી પાર્ટીઓમાં અથવા દિવાળી દરમિયાન તે રમવામાં આવે છે. સંભવ છે કે તમે પણ ઓછામાં ઓછી એક વાર તો ભારતીય રમી (અથવા જેને સામાન્ય રીતે પપલુ પણ કહેવામાં આવે છે) રમી જ ચુક્યા હોવ ! GetMega સહિત મોટાભાગના ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ 13 પત્તી રમી ઓફર કરે છે.
ભારતીય રમી એ રમી 500 અને જિન રમીનું સંયોજન છે. 2 થી 6 ખેલાડીઓ દ્વારા 53 પત્તાની કેટ(52+ જોકર) નો ઉપયોગ કરીને ભારતીય રમી રમવામાં આવે છે.
2 ખેલાડીઓની રમત માટે, 2 કેટ નો ઉપયોગ થાય છે. પરંતુ 2 થી વધુ ખેલાડીઓ માટે, 3 કેટ નો ઉપયોગ થાય છે.
રમતનો ઉદ્દેશ્ય એ હોય છે કે તમારા પત્તાઓ ને માન્ય જૂથોમાં ગોઠવી અને કાયદેસર ઘોષણા કરવી.
ભારતીય રમીના નિયમો
- દરેક ખેલાડીને 13 પત્તાઓ વહેંચવામાં આવે છે.
- બાકીના પત્તા ટેબલ પર ઊંધા ઢગલી સ્વરૂપે રાખવામાં આવે છે. તે વધેલા પત્તાઓ ની ઢગલી માંથી સૌથી ઉપરનું પત્તું ચત્તું કરીને તે ઢગલાની બાજુમાં ટેબલ પર રાખવામાં આવે છે. આ કાઢી નાખવાનાં પત્તાઓ ની ઢગલી છે.
- તમારા હાથમાં રહેલા પત્તાઓ ને યોગ્ય રીતે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. તમે તેમને ક્રમ મુજબ તથા જોડ મુજબ ગોઠવી શકો છો. આમ કરવાથી સારા સંયોજનો ચૂકી જવાની શક્યતા ઘટી જશે.
- ઘડિયાળનાં કાંટાની વિરુદ્ધ દિશામાં રમત આગળ વધશે.
- તમે વધેલા પત્તાઓની ઢગલી માંથી અથવા તો કાઢી નંખાયેલા પત્તાઓ ની ઢગલી માં થી પત્તું ખેંચી શકો છો.
- માન્ય સેટ અને રન્સ બનાવવાનો પ્રયાસ કરો.
- તમારો વારો સમાપ્ત કરવા માટે, તમારે 1 પત્તું કાઢી નાખવું પડશે.
- જો તમે તમારા બધા જ પત્તાઓને તેમનાં યોગ્ય જૂથમાં ગોઠવી નાંખ્યા હોય, તો તમે તમારો હાથ જાહેર કરી શકો છો, એટલે કે, અન્ય ખેલાડીઓ જોઈ શકે તે માટે તમે તમારા પત્તાઓ ને ટેબલ પર મૂકી શકો છો.
- જો તમે ઓનલાઈન રમી રહ્યા હોવ, તો સિસ્ટમ તપાસ કરશે કે તમારા સંયોજનો માન્ય છે કે કેમ. માન્ય સંયોજનો અંગેની સમજાવટ અમે અલગથી આપેલ છે.
- જે ખેલાડી સૌથી પહેલા માન્ય ઘોષણા કરે છે, તે રમત જીતે છે.રાઉન્ડના અંતે, મેળ ન ખાતા પત્તાઓની કિંમત નો સરવાળો કરવામાં આવે છે.
13 પત્તી રમીના નિયમો શું છે?
13 પત્તી રમીમાં, તમારે તમારા પત્તાઓ ને માન્ય જૂથોમાં ભેળવી અને કાયદેસર ઘોષણા કરવી પડશે. તમારી પાસે ન હોય તેવા કોઈપણ પત્તાને રજૂ કરવા માટે તમે જોકર્સ અને વાઈલ્ડકાર્ડ્સનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે 4♦ 5♦ જોકર. આને અશુદ્ધ ક્રમ/સીક્વેન્સ પણ કહેવામાં આવે છે.
ભારતીય રમી ની રમતમાં મુદ્રિત જોકર સિવાય નાં અન્ય કોઈ પણ પત્તાને પણ વાઇલ્ડ કાર્ડ જોકર તરીકે પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 8♦
માન્ય ઘોષણા કરવા માટે તમારે નીચેનાની જરૂર પડશે
- ઓછામાં ઓછી 2 સીક્વેન્સ જેમાંથી કમસેકમ 1 સીક્વેન્સ શુદ્ધ હોવી જોઈએ (જોકર વિનાની)
- બાકીના પત્તાઓ સેટ અથવા સીક્વેન્સમાં ગોઠવાયેલા હોવા જોઈએ.• દરેક સેટ/સીક્વેન્સ માં ઓછામાં ઓછા 3 પત્તાઓ હોવા જોઈએ.
13 પત્તી રમીની સીક્વેન્સ કેવી રીતની હોય છે?
આ વિભાગમાં અમે 13 પત્તી રમીની સીક્વેન્સ વિશે સમજાવીશું.
રન્સ/ સીક્વેન્સ - આ સમાન જોડનાં 3 અથવા વધુ અનુક્રમિક પત્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે- 4♦ 5♦ 6♦. આ એક શુદ્ધ સીક્વેન્સ પણ છે કારણ કે આમાં કોઈ જોકર્સ નથી.
સેટ્સ- સેટ્સ એ સમાન રેન્કના પરંતુ જુદી-જુદી જોડનાં 3 અથવા વધુ પત્તાઓ નો સમૂહ હોય છે. દા.ત.- 5♣ 5♦ 5♠
ભારતીય રમી ની રમતમાં માન્ય ગણાય તેવી ઘોષણાનું ઉદાહરણ:-
શુદ્ધ સીક્વેન્સ - 4♦ 5♦ 6♦
અશુદ્ધ સીક્વેન્સ - K♣ Q♣ જોકર
બાકીના પત્તાઓ - 3♦ 3♠ 3♣ 3♥, 7♠ 8♠ જોકર
ભારતીય રમી ની રમતમાં અમાન્ય ઘોષણાનાં ઉદાહરણો:-
પહેલી સીક્વેન્સ - 4♦ જોકર 6♦ - કોઈ શુદ્ધ સીક્વેન્સ ન હોવાથી માન્ય નથી
બીજી સીક્વેન્સ - K♣ Q♣ જોકર - કોઈ શુદ્ધ સીક્વેન્સ ન હોવાથી માન્ય નથી
બાકીના પત્તાઓ - 3♦ 3♠ 3♣ 3♥, 7♠ 9♠ 10♠ - છેલ્લું રન બનાવ્યું ન હોવાથી માન્ય નથી.
અન્ય ઉદાહરણો
અમાન્ય સેટ- 3♦ 3♠ 3♠ - સમાન રેન્ક અને સૂટના 2 પત્તાઓ ને એકસાથે જૂથબદ્ધ કરી શકાતા નથી
અમાન્ય રન- 4♦ 5♦ 6♥ - મંજૂર નથી કારણ કે 6 અલગ સૂટનો છેયાદ રાખો, રમત રમવાનાં ઉત્સાહમાં ઘણી વાર ઘણા ખેલાડીઓ અમાન્ય ઘોષણાઓ કરી બેસે છે. અમાન્ય ઘોષણા માટે 80 પેનલ્ટી પોઈન્ટ લાગતા હોય છે. આમ ન થાય તે માટે, શરૂઆતમાં જ તમારા હાથમાં રહેલા પત્તાઓને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી અને પહેલા શુદ્ધ સીક્વેન્સ બનાવવાનો પ્રયાસ કરો.
સ્કોર મેળવવા માટેની પારમિતિ
દરેક પત્તાનાં રમી પોઈન્ટ નીચે મુજબ હોય છે:
- 2 – 10: અંક મૂલ્યની બરાબર. ઉદાહરણ તરીકે, 3♥ 3 પોઈન્ટ ધરાવે છે
- K, Q, J: દરેકનાં 10 પોઈન્ટ છે
- એક્કો : 10 પોઈન્ટ
- જોકર: 0 રમી પોઈન્ટ
ભારતીય રમીના નિયમોમાં, સ્કોરિંગ મેળ ન ખાતા પત્તાઓ ના મૂલ્યો પર આધારિત હોય છે.
- રાઉન્ડના અંતે, વિજેતાને 0 પોઈન્ટ મળે છે.
- અન્ય ખેલાડીઓ તેમના મેળ ન ખાતા પત્તાઓના રમી પોઈન્ટનો સરવાળો કરે છે. તેઓ ઋણ સંખ્યામાં સ્કોર મેળવે છે
13 પત્તાની રમીમાં જીતવામાં અથવા ઓછામાં ઓછા પોઈન્ટ એ હારવામાં તમને મદદ મળી રહે તે માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે:
- તમારા હાથમાં રહેલા પત્તાઓ ને ગોઠવો.
- પહેલા શુદ્ધ સીક્વેન્સ બનાવો.
- ભારે પત્તાઓ (એક્કો, K, Q, J 10) ને કાઢી નાખવાનો પ્રયાસ કરો સિવાય કે તમને ખાતરી હોય કે તમે તેમને ગોઠવી શકશો.અન્ય ખેલાડીઓનું અવલોકન કરો, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ કાઢી નંખાયેલા પત્તાઓ નાં ઢગલામાંથી પત્તા ઉપાડે છે. ઉદાહરણ તરીકે, એક ખેલાડીએ 7♠ અને 8♠ લીધા છે. તો એવું અનુમાન લગાવી શકાય કે તેઓ 7♠8 ♠ 9 ♠ રન બનાવી રહ્યા હોય. તે કિસ્સામાં જો તમે 9♠ કાઢી નાંખશો તો તમારા પ્રતિસ્પર્ધીને રમત જીતવામાં મદદ મળશે.
13 પત્તી રમી જીતવા માટેની ટિપ્સ અને યુક્તિઓ
કોઈપણ રમતમાં યોગ્ય યુક્તિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવાથી તમે ચોક્કસપણે જીત મેળવી શકો છો. અને કોઈએ સાચું જ કહ્યું છે કે ‘પુનરાવર્તિત પ્રયાસ જ માણસને સંપૂર્ણ બનાવે છે’. આ સિદ્ધાંત માત્ર ભારતીય 13 પત્તાના રમી માટે અથવા રમી ની રમત માં જ નહીં પરંતુ તમે રમતા હોવ તેવી કોઈપણ અન્ય રમતમાં પણ લાગુ પડે છે. રમતમાં નિપુણતા કેળવી અને શ્રેષ્ઠ રમતવીર બની શકો તે માટે નીચે આપવામાં આવેલી કેટલીક ટિપ્સ ને તમારે અનુસરવી જોઈએ : -
ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની કળા શીખો. રમતના પ્રારંભિક તબક્કાની શરૂઆતમાં આ પ્રક્રિયાને અનુસરવાથી તમે એવા પત્તાઓ ને ઓળખી શકશો કે જેમનો ઉપયોગ સંભવતઃ તમારે પહેલા કરવો જોઈએ અને સાથોસાથ આમ કરવાથી તમે તમારા પ્રતિસ્પર્ધીને પણ છેતરી શકશો.
શુદ્ધ સીક્વેન્સ બનાવવાની પદ્ધતિ શીખવી. મૂળભૂત રીતે તેમાં સમાન જોડનાં અનુક્રમિક હોય તેવા 3+ પત્તાઓ હોય છે. એક વાત યાદ રાખો કે શુદ્ધ સીક્વેન્સ માં જોકરનો અથવા તેના જેવા જ અન્ય કોઈ વિકલ્પનો ઉપયોગ ન કરવો.
ભારે (A, K, Q, J 10) અને મેળ ન ખાતા પત્તાઓ ને કાઢી નાખો.
રમત દરમિયાન તમારી આંખો અને કાન ખુલ્લા રાખવા ખૂબ જરૂરી છે. તમારે તમારા સ્પર્ધકની દરેક હિલચાલ પર નજર રાખવી જોઈએ જેથી કરીને તેઓ તમને કોઈપણ પક્ષપાતી રીતે ફસાવી ન શકે.
13 પત્તી રમીમાં પોઇન્ટ ની ગણતરી
13 પત્તી ના ભારતીય રમીના નિયમો અનુસાર, જે રમતમાં જીત મેળવે છે તે 0 પોઈન્ટ મેળવે છે કારણ કે મેળવેલા તમામ પોઈન્ટ્સ ઋણ મૂલ્ય ધરાવતા હોય છે. જ્યારે તમે એવી માન્ય ઘોષણા કરો છો કે જે એવું સૂચવતી હોય કે તમે જીત મેળવી છે ત્યારે શૂન્ય પોઈન્ટ મેળવવા શક્ય બને છે. દરેક હારેલા ખેલાડીના કુલ સ્કોરની ગણતરીમાં ડેડવુડ મહત્વની ભૂમિકા ભજવે છે. ખેલાડી મહત્તમ 80 પોઈન્ટ સુધીનો ઋણ સ્કોર મેળવી શકે છે.
જ્યારે રમતમાં એવું લાગે કે તમારી પાસે ઘણાં ખરાબ પત્તાઓ છે, ત્યારે તમે ટેબલ પર થી દૂર જવા માટે 'ડ્રોપ' બટન નો ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારે મોટી રકમ ન ગુમાવવી પડે. પ્રારંભિક તબક્કા માં જ રમતમાં થી ડ્રોપ થઇ જવું તેને 'ફર્સ્ટ ડ્રોપ' કહેવામાં આવે છે અને આમ કરવાથી તમને 20 પોઈન્ટ મળી શકે છે. અને તે જ તર્જ પર, રમતની મધ્યમાં ડ્રોપ થવાને 'મિડલ ડ્રોપ' કહેવામાં આવે છે અને આમ કરવાથી તમને 40 પોઈન્ટ મળી શકે છે. ઉતરતા (ભારે થી હલકા ) ક્રમમાં પત્તાઓનું રેન્કિંગ A, K, Q, J, 10, 9, 8, 7, 6, 5, 4, 3 અને 2 હોય છે. ફેસ અને એક્કાનાં પત્તા નું મૂલ્ય 10 પોઈન્ટ હોય છે. નંબરવાળા પત્તાઓ નું મૂલ્ય તે પત્તા પરનાં નંબર જેટલું જ હોય છે. દાખલા તરીકે, લાલનાં રાજા નાં 10 પોઈન્ટ હોય છે અને તેવી જ રીતે, કાળીનાં પંજાનું મુલ્ય 5 પોઈન્ટ હોય છે.
GetMega પર ઉપલબ્ધ રમીનાં વિવિધ સંસ્કરણો અને તેમની પોઈન્ટ ગણના પધ્ધતિ
GetMega પર પોઈન્ટ્સ રમી સંસ્કરણ ઉપલબ્ધ છે જેમાં મહત્તમ 80 પોઈન્ટ પ્રતિ હાથ ની લીમીટ ઉપલબ્ધ છે. તેમાં સાઇન-અપ કરવું ખૂબ જ સરળ છે. તમે તમારા ફેસબુક લૉગઇન અને ફોન નંબરનો ઉપયોગ કરીને સાઇન-અપ કરી અને પછી KYC પૂર્ણ કરી શકો છો.
પ્રક્રિયા ને આગળ વધારવા માટે KYC ફરજિયાત છે અને તે માટે એપમાં ફક્ત આધાર કાર્ડ અને પાન કાર્ડ અપલોડ કરવાની જરૂર પડતી હોય છે.
ઉપરાંત, તમે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઘણી રમતોમાંથી કોઈ એક રમીને પણ પૈસા કમાઈ શકો છો. દરેક રમતમાં હાથની જીત/હાર સાથે નાણાકીય તત્વ સમાવિષ્ટ હોય છે. રમી માટે દરેક પોઈન્ટનો એક ટેબલ સાથે સંકળાયેલ પોઈન્ટ રેટ (PR) હોય છે જેનાં ઉપરથી મેચના પરિણામ પ્રમાણે તમે કેટલી રકમ જીતી/હારી તે નક્કી થશે.
આ સાથે, ભારતીય રમી પરનો અમારો લેખ સમાપ્ત થાય છે. આજે જ GetMega પર જઈ ને ભારતીય રમી પર હાથ અજમાવશો, બરાબર ને ?
GetMega એક એવું અદ્ભુત પ્લેટફોર્મ છે જે તમને મિત્રો અને પરિવારજનો સાથે વિડિયો-ચેટ પર પણ વાસ્તવિક પૈસા સાથે રમવાનો અવસર પ્રદાન કરે છે. જાણી ને જ મજા આવી ગઈ, નહીં? હવે અત્યારે જ GetMega રમી એપ ને ડાઉનલોડ કરો!
Title | Slug |
---|---|
રમી - પત્તાની રમત | rummy-the-card-game-gujarati |
रमी डील क्या है: डील के नियम जानें रम्मी | rummy-deals-hindi |
जिन रम्मी नियम: अर्थ, सेटअप, उद्देश्य, कैसे खेलें और अधिक | gin-rummy-hindi |
Play Rummy Online
Mega Rummy
₹20,000 Welcome Bonus
Mega Poker
₹30,000 signup bonus
Rummy Blogs
Trending
Recent
Rummy Game
Rummy Variation
Other Rummy Pages
Rummy Guide in Hindi