રમી - પત્તાની રમત

getmega
Language Slug
English rummy-the-card-game
ગુજરાતી rummy-the-card-game-gujarati
हिंदी rummy-the-card-game-hindi
తెలుగు rummy-the-card-game-telugu
தமிழ் rummy-the-card-game-tamil
मराठी rummy-the-card-game-marathi

વિષયાર્થ કોષ્ટક :

રમી એ ભારતમાં લોકપ્રિય એવી પત્તાની રમત છે કે જેને ઘણા લોકો રમે છે. શું તમે પણ આ રમત અંગેનાં નિયમો વિશે જાણીને તમારા મિત્રો સાથે આ રમત રમવા માંગો છો? અમે GetMega પરનાં આ લેખ દ્વારા તમને રમી અને તે અંગેના મૂળભૂત નિયમો વિશે થોડી જાણકારી મેળવવામાં મદદ કરીશું.

GetMega એક એવું અદ્ભુત પ્લેટફોર્મ છે જે તમને મિત્રો અને પરિવારજનો સાથે વિડિયો-ચેટ પર પણ વાસ્તવિક પૈસા સાથે રમવાનો અવસર પ્રદાન કરે છે. જાણી ને જ મજા આવી ગઈ, નહીં? હવે અત્યારે જ એપ ને ડાઉનલોડ કરો!

રમી શું છે?

રમી એ એક જ પત્તાની ગડીનાં એક જ ક્રમ અથવા એક જ સંપૂટમાં આવતા સરખા પત્તાઓ વડે રમાતી એક પત્તાની રમત છે.

પત્તા ની રમત રમીના વિવિધ પ્રકારો છે. એટલે આમ જોઈએ તો કોઈ પણ પ્રકારે રમી રમો, પણ રમીનો મૂળ ઉદ્દેશ્ય તો સેટ (જેને મેલ્ડ કહેવાય છે) બનાવવાનો જ હોય છે. આ મેલ્ડ્સ કાં તો સેટ (સમાન શ્રેણીના 3 અથવા 4 પત્તા) રૂપે અથવા તો રન (એક જ કેટનાં અનુક્રમિક હોય તેવા ત્રણ અથવા વધુ પત્તા) હોઈ શકે છે.

ભારતીય પત્તાની રમત રમી કંઈક અંશે જિન રમી અને 500 રમ જેવી જ છે. આ બંને રમતોની શરૂઆત યુનાઈટેડ સ્ટેટ્સમાં થઈ હતી.

રમી કેવી રીતે રમી શકાય?

આ વિભાગમાં, અમે વિવિધ પ્રકારે રમાતી પત્તાની રમત રમીનાં કોઈ પણ સંસ્કરણને લાગુ પડે તેવી  મૂળભૂત બાબતો સમજાવીશું. જો તમે રમી રમતા શીખી રહ્યા હોવ, તો આ માહિતી તમને રમીની રમતને તથા તેની સાથે સંકળાયેલા મૂળભૂત નિયમોને સમજવામાં મદદ કરશે.

રમી કેવી રીતે રમવી

રમીની વિશેષતાઓ

  • આમાં 52 પત્તા ધરાવતી સામાન્ય કેટનો ઉપયોગ થાય છે. ભારતીય ઢબે રમાતી પત્તાની રમત રમીમાં, આવી 2 કેટનો ઉપયોગ થાય છે.
  • અહીં 2 એ સૌથી હલકું પત્તું હોય છે.
  • એક્કાને સૌથી ભારે (Q, K.=, A) અને સૌથી હલકો (A,2,3,4) એમ બંને તરીકે રાખીને આને રમી શકાય છે.
  • રમી ની રમત 2-6 ખેલાડીઓ રમી શકે છે
  • રમતા પહેલા, ખેલાડીઓ નક્કી કરી શકે છે કે તેઓ નિશ્ચિત સંખ્યામાં ડીલ રમવા માગે છે કે પછી કોઈ નિશ્ચિત સ્કોર સુધી.
  • તમારે પત્તાને ગોઠવવા પડશે, એટલે કે, કાર્ડના સંયોજનોને રન અથવા સેટ અનુસાર ગોઠવવા પડશે (અમે આને એક અલગ વિભાગમાં આવરી લીધું છે)
  • તમારો વારો આવે તે વખતે તમે એક પત્તાને ખેંચી અને એક પત્તાને કાઢી શકો છો.
  • ધ્યેય એ છે કે બીજાનાં પત્તા ક્રમબદ્ધ રીતે ગોઠવાય તે પહેલા જો તમારા ગોઠવાઈ જાય - તો પછી તમે વિજેતા છો.

રમતનો ઉદ્દેશ્ય

રમતની શરૂઆતમાં તમને જે હાથ આપવામાં આવ્યો હોય તેને તમારે સુધારવાનો હોય છે. આમ કરવા માટે, જયારે પણ તમારી વારી આવે ત્યારે તમે વધેલા પત્તાઓ નાં ઢગલામાં થી પત્તા ખેંચી શકશો અથવા તો તમારા પ્રતિસ્પર્ધી દ્વારા કાઢી નાખવામાં આવેલ કોઈપણ પત્તાને પણ લઇ શકશો, પણ આમ કરતી વખતે તમારા હાથમાં રહેલા પત્તાઓની સંખ્યા અચળ રહેવી જોઈએ અને તેથી જ તમારે 1 પત્તુ કાઢી નાખવું પડશે.

રમીમાં ખેલાડીઓની સંખ્યા

રમી 2-6 ખેલાડીઓ દ્વારા રમી શકાય છે. દરેક ખેલાડીને મળેલા પત્તાની સંખ્યા એ બાબત પર આધાર રાખશે કે ખેલાડીઓની સંખ્યા કેટલી છે અને કઈ રીતે રમી રમવામાં આવી રહી છે. સામાન્ય રીતે તે ગોઠવણ નીચે જણાવ્યા અનુસારની હોય છે:-

ખેલાડીઓની સંખ્યા

આપવામાં આવેલા પત્તાઓની સંખ્યા 

2 ખેલાડીઓ

10 પત્તા 


3 અથવા 4 ખેલાડીઓ

7 પત્તા

5 અથવા 6 ખેલાડીઓ 

6 પત્તા

જો 6 થી વધુ ખેલાડીઓ હોય, તો તમારે પત્તાની બીજી કેટની જરૂર પડશે. જો કે, પત્તાની રમત – રમી ને લગતા નિયમો તો સમાન જ રહે છે. ભારતીય પત્તાની રમત રમીમાં, દરેક ખેલાડીને 13 પત્તા મળે છે. 2 ખેલાડીઓ માટે 2 કેટનો ઉપયોગ થાય છે, અને 2 થી વધુ ખેલાડીઓ માટે 3 કેટનો ઉપયોગ થાય છે.

કાઢી નંખાયેલા પત્તાઓ ની ઢગલી

ખેલાડીઓ દ્વારા કાઢી નાખવામાં આવેલા પત્તાઓને કાઢી નંખાયેલા પત્તાઓ ની ઢગલી (ડીસ્ર્કાર્ડ્ પાઈલ )માં

(ચત્તા) મૂકવામાં આવે છે. તમે તે કાઢી નંખાયેલા પત્તાઓ માંથી પણ પત્તા લઈ શકો છો.

રમીમાં મેલ્ડિંગ એટલે શું ?

પત્તાઓ ના સંયોજનને રન અથવા સેટમાં ગોઠવવાને રમીમાં મેલ્ડિંગ કહેવામાં આવે છે.

જો તમારી પાસે એક જ કેટનાં ક્રમબદ્ધ પત્તાઓ (રન) અથવા તો વિવિધ કેટ નાં પણ સમાન ક્રમાંક ધરાવતા (સેટ) ત્રણ અથવા વધુ પત્તાઓ હોય, તો તમે તે પત્તાઓ ને ગોઠવી (મેલ્ડ કરી) શકો છો. મેલ્ડિંગ નો અર્થ એ છે કે તમે આ પત્તાઓ ને ચત્તા તમારી સામે ગોઠવીને મૂકી શકો છો.

ઉદાહરણો:-

સેટ- 2♦ 2♥ 2♣ 2♠

રન- A♠ 2♠ 3♠

રમી રમવા માટેનાં નિયમો

આ વિભાગમાં અમે રમી નામની રમતના નિયમોને આવરી લઈશું.

રમતની શરૂઆતમાં

  • દરેક ખેલાડી એક પત્તુ ખેંચશે અને જેની પણ પાસે સૌથી હલકું પત્તું આવશે, તે સૌ પ્રથમ પત્તાની વહેંચણી કરશે.
  • વહેંચણી ઘડિયાળનાં કાંટાની દિશામાં દરેકને એક પછી એક કરવામાં આવશે.
  • સામાન્ય રીતે પત્તાનીવહેંચણી કરનારની જમણી બાજુ બેઠેલ વ્યક્તિ પત્તા કાપતો હોય છે (જો કે આ વૈકલ્પિક છે).
  • પત્તાની વહેંચણી ઘડિયાળનાં કાંટાની દિશામાં કરવામાં આવે છે અને તેની શરૂઆત વહેંચણી કરનારની ડાબી બાજુએ બેઠેલ ખેલાડી ને પત્તા વહેંચવાથી કરવામાં આવતી હોય છે.
  • એક સમયે એક વ્યક્તિને તેનાં તમામ પત્તા અપાઈ ગયા બાદ બીજા વ્યક્તિને તેનાં પત્તા આપવામાં આવે છે. પત્તાની વહેંચણી કરતી વખતે તેમને ઊંધા રાખવામાં આવે છે જેથી બીજા લોકો તે પત્તાઓ ને જોઈ ન શકે.
  • બધામાં વહેંચાઇ ગયા બાદ વધેલા પત્તાઓનાં ઢગલાને ઊંધા જ વચ્ચે મૂકી રાખવામાં આવે છે. આ વધેલા પત્તાઓ ની સ્ટોક પાઈલ/ઢગલી હોય છે.
  • આ ઢગલામાં થી એક પત્તાને લઇ, તેને ચત્તું કરી અને તે ઢગલીની બાજુમાં રાખવામાં આવે છે. આ કાઢી નંખાયેલા પત્તાઓ ની ઢગલી બની રહે છે.

પત્તાની રમત રમી રમતી વખતે

  • જો તમે કાઢી નંખાયેલા પત્તાઓ નાં ઢગલામાંથી કોઈ પત્તું ઉપાડો છો, તો તમારે તેને રાખવું જ પડશે.
  • જો તમે ભૂલથી ઢગલીમાંથી બે પત્તાઓ ઉપાડી લો અને તેમાંથી કોઈ પણ એક ને પણ જોઈ લો છો - તો તે બીજા પત્તાને નીચે મૂકો. આ પરિસ્થિતિમાં તમારા પછીનાં ખેલાડી પાસે એક એવો વિકલ્પ રહેશે કે જો તેને જરૂર પડે તો તે તમારા દ્વારા પાછું આપવામાં આવેલ પત્તું જોઈ અને લઇ શકે. જો જરૂરી ન હોય, તો તેઓએ તેને ઢગલીની મધ્યમાં મૂકી દઈને રાબેતા મુજબ રમતને આગળ વધારવી.

ટીપ:- ઢગલીમાંથી પસંદ કરેલ પત્તાને કાઢી નાખશો નહીં. તેને પછીથી કાઢી નાખવા માટે સાચવી રાખો. આમ કરવાથી અન્ય ખેલાડીઓને તમારા હાથ વિશે ની માહિતી આપવાનું ટાળી શકાય છે.

શું તમે રમી રમવા માટે ઉત્સાહિત છો?
GetMega એ ભારતની મનપસંદ રમી એપ છે જે રમી રમવા માટેનો શ્રેષ્ઠ ઇન્ટરફેસ અને વાસ્તવિક ખેલાડીઓ ધરાવે છે. આ એપ પર નાં 10,000+ દૈનિક ખેલાડીઓ સાથે રમીને તમે દરરોજ 1,00,000 રૂપિયા સુધી જીતી શકો છો. GetMega Rummy હમણાં જ ડાઉનલોડ કરો!

સ્કોરિંગ

સૌપ્રથમ, અમે પત્તાની રમત રમી રમવા માટેની સ્કોરિંગ પારમિતિઓ (કઈ રીતે રમીમાં આપણો સ્કોર વધારી શકાય )સમજાવીશું અને ત્યાર બાદ અમે સ્કોર મેળવવા અંગેનાં નિયમોને વિગતવાર સમજાવીશું.

સ્કોરિંગ પારમિતિઓ

રમીમાં, દરેક કાર્ડ રેન્કના મૂલ્યો નીચે મુજબ છે:

  • 2 – 10: મૂળ કિંમત
  • 10 – K: 10 પોઈન્ટ
  • એક્કો: 1 પોઈન્ટ
  • જોકર: 0- 20 પોઈન્ટ (રમત પર આધાર રાખીને)

રમી નાં નિયમોમાં, સ્કોરિંગ મેળ ન ખાતા પત્તાઓનાં મૂલ્યો પર આધારિત હોય છે.

  • રાઉન્ડના અંતે જ્યારે એક વ્યક્તિએ તેનાં તમામ પત્તાઓ ને ગોઠવી લીધા હોય, ત્યારે દરેક ખેલાડી પોતાનાં દ્વારા ગોઠવાયેલા પત્તાઓ (સેટ અને રન)ની સંખ્યા માં પોઈન્ટ ઉમેરે છે.
  • જે પત્તાઓ હાથ બનાવવામાં ઉપયોગી નથી નીવડ્યા (મેળ વિનાનાં છે ) તેવા પત્તાઓ નાં પોઈન્ટ તમારે કાપવા પડશે.
  • વિજેતાને જીતવા બદલ બોનસ પણ મળી શકે છે.
  • જો, મેળ ન ખાતા પત્તાઓનું મૂલ્ય મેળ ખાધેલા પત્તાઓ કરતાં વધુ હોય, તો તમારો સ્કોર નેગેટીવ /ઋણમાં પણ આવી શકે છે.
  • સામાન્ય રીતે, જ્યાં સુધી કોઈ એક ખેલાડી નિશ્ચિત રકમ સુધી પહોંચે નહીં ત્યાં સુધી આ રમત ચાલુ રહેતી હોય છે.

પત્તાની રમત - રમીમાં સ્કોરિંગ ને લગતા નિયમો

વિજેતા સિવાયનાં અન્ય ખેલાડીઓને નીચે મુજબ પોઈન્ટ મળે છે:

  • જો 2 સીક્વેન્સ ન હોય તો - ખેલાડીને હાથમાં રહેલા તમામ પત્તાઓ માટે પોઈન્ટ મળે છે (મહત્તમ 80 પોઈન્ટ)
  • જો 2 સીક્વેન્સ હોય અને તેમાંની એક શુદ્ધ હોય - તો ખેલાડીને માત્ર મેળ ન ખાતા પત્તાઓ પર જ પોઈન્ટ મળે છે (સેટ અથવા સીક્વેન્સનાં ભાગ પર નહીં)
  • ખોટી ઘોષણા- 80 પોઈન્ટ
  • જો કોઈ ખેલાડી ત્રણ અનુગામી વારાઓ ચૂકી જાય, તો તે ખેલાડી આપમેળે હારી જાય છે. તે કિસ્સામાં તેનાં હાથમાં રહેલા તમામ પત્તાઓ ના પોઈન્ટસ ને ઉમેરવામાં આવે છે.

વિજેતાના પોઈન્ટની ગણતરી કેવી રીતે કરવી?

પત્તાની રમત રમીનાં વિવિધ સંસ્કરણોમાં જીતનારના પોઈન્ટ/જીતની ગણતરી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

મૂળભૂત રમી નિયમોમાં- વિજેતાને હારનારાના પોઈન્ટના આધારે રોકડ મળે છે.

ઉદાહરણ:

કુલ 6 ખેલાડીઓ રૂ. 860માં રમી ની રમત રમી રહ્યા છે. હવે દરેક પોઈન્ટનું રોકડ મૂલ્ય 4 છે. ધારો કે 5 ખેલાડીઓના અનુક્રમે 40, 80, 29, 20, 40 પોઈન્ટ એ હારે છે. તો વિજેતાને 4x (45+78+23+20+40) = રૂ. 836 મળશે.

પૂલ રમી માં

વિજેતાને હારનારાઓની પૂલ મની (એન્ટ્રી ફી) મળે છે. ઉદાહરણ તરીકે, 6 ખેલાડીઓ છે કે જેઓ રૂ. 50 પ્રવેશ ફી તરીકે ચૂકવીને પૂલ રમીમાં જોડાય છે. ઇનામ રૂપી પૂલ રૂ. 300 છે.

વિજેતા રૂ. 50 x 6 = રૂ. 300 જીતશે.

ડીલ્સ રમી માં

વિજેતાને દરેક ડીલના અંતે બધી ચિપ્સ મળે છે. 1 ચિપ બરાબર 1 પોઈન્ટ હોય છે.

ઉદાહરણ તરીકે, ટેબલ પર 6 ખેલાડીઓ છે. હારેલા ખેલાડીઓના પોઈન્ટ અનુક્રમે 15, 20, 25, 30 અને 35 છે. તો વિજેતાની ચિપ્સની ગણતરી 15 + 20 + 25 + 30 + 35 = 125 ચિપ્સ તરીકે થશે.

શું તમે રમી વિશેનાં નિયમો જાણીને ઉત્સાહમાં આવી ગયા છો?
શું તમે રમીને રોકડ કમાવવા માંગો છો? તો ગેટમેગા પર ઉપલબ્ધ રમી આવી જ એક રમત છે. એપ નો ઉપયોગ કરી રહેલ 10,000+ દૈનિક ખેલાડીઓ સાથે રમીને તમે પણ દરરોજ 1,00,000 રૂપિયા સુધી જીતી શકો છો. GetMega Rummy હમણાં જ ડાઉનલોડ કરો!

1, 2, 3 કેટનો ઉપયોગ કરીને રમાતું રમી

રમીનાં વિવિધ સંસ્કરણોને રમવા માટે વિવિધ સંખ્યામાં કેટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મૂળભૂત રમી રમવા માટે 1 કેટ વાપરવામાં આવે છે. ભારતીય રમીમાં 2 થી 3 કેટનો ઉપયોગ કરવામાં આવે છે. 2 ખેલાડીઓના કિસ્સામાં, પત્તાની 2 કેટ ઉપયોગમાં લેવાય છે.

ભારતીય રમી માં દરેક ખેલાડીને 13 પત્તા વહેંચવામાં આવે છે. તેથી ખેલાડીઓની સંખ્યાના આધારે, કેટની સંખ્યા વધે છે (2 ખેલાડીઓ માટે 2 કેટ, 2 કરતાં વધુ માટે 3).

રમીમાં હાથ એટલે શું અને તેને લગતા નિયમો શું છે?

રમીમાં તમે કરેલા હાથ ઉપર થી નક્કી થાય છે કે તમે રમત જીતશો કે હારશો. તેથી તમારો હેતુ જરૂરી જણાય તેવા પત્તા લઈને તમારા હાથમાંથી અનિચ્છનીય પત્તાઓ ને  કાઢીને તમારા હાથને સુધારવાનો હોવો જોઈએ. આ વિભાગમાં અમે રમીમાં જોવા મળતા વિવિધ પ્રકારનાં હાથને આવરી લઈશું.

સીક્વેન્સ કેવી રીતે બનાવવી?

રમીમાં બે પ્રકારની સીક્વેન્સ (નાં ક્રમ)હોય છે- શુદ્ધ સીક્વેન્સ અને અશુદ્ધ સીક્વેન્સ.

  • શુદ્ધ સીક્વેન્સ : તે જોકર/વાઈલ્ડકાર્ડ વિનાની સીક્વેન્સ હોય છે (દા.ત.- 5♥ 6♥ 7♥ )
  • અશુદ્ધ સીક્વેન્સ - તે જોકર/વાઇલ્ડકાર્ડ સાથે ની સીક્વેન્સ હોય છે. 5♠ Q♥ 7♠ 8♠ જોકર અથવા 6♦ 7♦ 3♥ 9♦- 3 ♥ વાઇલ્ડકાર્ડ છે.

જીતવા માટે ઓછામાં ઓછી એક શુદ્ધ સીક્વેન્સ તમારા હાથમાં હોવી જોઈએ.

રમીના નિયમો મુજબ, રમત જીતવા માટે, તમારે માન્ય સેટ બનાવવા આવશ્યક છે. ઉદાહરણો છે-

  1. A♥ A♣ A♦
  2. 4♦ 4♣ 4♠ 4♥
  3. 9♦ 3♥ 9♠ 9♥ (3♥ એ વાઇલ્ડકાર્ડ છે)
  4. 5♦ 5♣ 5♠ જોકર (5♥ ને બદલે જોકર વપરાય છે)
  5. 5♦ 5♣ 3♥ જોકર (અહીં 5♠ને બદલે વાઇલ્ડકાર્ડ 3♥ વપરાય છે અને 5♥ને બદલે જોકર વપરાય છે)

ઉદાહરણ: 4♥ 5♥ 6♥ 7♥| 5♣ 6♣ 7♣ 8♣ | 5♦ 5♣ જોકર Q♥ Q♠ (Q♠ બીજું વાઇલ્ડકાર્ડ છે - 13 કાર્ડના સેટને પૂર્ણ કરવા માટે 5 કાર્ડનો સેટ બનાવવામાં આવે છે)

આ એક અમાન્ય ઘોષણા છે કારણ કે અહીં 5♣ નો ઉપયોગ 2 સેટમાં થાય છે.

એક સેટમાં ચારથી વધુ પત્તાઓ હોઈ શકે છે. તેથી, જો તમારી પાસે ચાર પત્તાઓ નો સેટ હોય અને છતાં પણ તમે વધારાના જોકરનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તો કુલ મળીને તે 5 પત્તાઓ નો સેટ બની જશે.

અમાન્ય સેટ

1. K♥ K♥ K♦ (અહીં એક જ સુટ ♥ના બે K છે)

2. 7♠ 7♥ 7♦ 7♠ Q♥ (વાઇલ્ડ કાર્ડ Q♥ માન્ય છે પરંતુ બે 7♠ તેને અમાન્ય બનાવે છે.)

9 પત્તાની રમી એટલે શું?

9 પત્તાની રમીને ભારતમાં કિટ્ટી કહેવામાં આવે છે. તે 2 થી 5 ખેલાડીઓ દ્વારા નવ પત્તાઓ સાથે રમવામાં આવે છે.

આ રમતમાં તમારે 3 પત્તા ધરાવતા હોય તેવા 3 સેટ બનાવવા પડે છે. એકવાર તમે પત્તા ગોઠવી લો, પછી તમે પત્તાઓ નો એક સેટ બતાવશો. તમારા સેટની સરખામણી અન્ય ખેલાડીઓ દ્વારા દેખાડવામાં આવેલા સેટ સાથે કરવામાં આવે છે. તમારે આ પહેલા શોમાં તમારા હાથમાં રહેલા પત્તાઓનો સૌથી ભારે હાથ ફેંકવો પડશે. આમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે સૌથી ભારે હોય તેવા પત્તાઓનાં સેટ ને ફેંકીને  અન્ય ખેલાડીઓએ ફેંકેલા પત્તાઓ પર જીત મેળવવી.

રમીમાં જોકરના ઉપયોગ સંબંધી નિયમો અને સીક્વેન્સ

રમીના નિયમોમાં 2 પ્રકારના જોકર હોય છે. પ્રથમ પ્રકાર મુદ્રિત જોકર ધરાવતું પત્તું (પત્તાની પ્રમાણભૂત કેટમાં 1 આવે છે). બીજો પ્રકાર (જેને વાઇલ્ડકાર્ડ પણ કહેવાય છે) તેને રમતની શરૂઆતમાં રેન્ડમ રીતે (કોઈ પણ પત્તાને) પસંદ કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે- લાલની તીડી ને જોકર (વાઇલ્ડ કાર્ડ) તરીકે પસંદ કરવામાં આવે છે. અન્ય તીડીઓ (ફલ્લીની, કાળીની અને ચરકટની) નો ઉપયોગ સામાન્ય પત્તાઓ તરીકેની ગોઠવણ કરવા માટે થાય છે.

આ બંને જોકરની ભૂમિકા તો સરખી જ હોય છે. ગોઠવણ(મેલ્ડિંગ) કરતી વખતે કોઈ ચોક્કસ પત્તાને રજૂ કરવા માટે જોકરનો ઉપયોગ એક ખાલી પત્તા તરીકે થાય છે. જો કે, તમારે પત્તાની રમત રમીના નિયમો અનુસાર જોકર વિનાની પણ એક સીક્વેન્સ બનાવવી જરૂરી હોય છે.

રમીમાં જોકરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી સીક્વેન્સ

  • શુદ્ધ સીક્વેન્સ : તે જોકર વગરની સીક્વેન્સ હોય છે.
  • અશુદ્ધ સીક્વેન્સ - તે જોકર સાથેની સીક્વેન્સ હોય છે.

રમીનાં છેલ્લા પત્તા માટેનો નિયમ

રમીનાં કેટલાક સંસ્કરણોમાં આ છેલ્લા પત્તા માટેનો નિયમ લાગુ પડે છે. આને કારણે રમત થોડી વધુ મુશ્કેલ અને રસપ્રદ બને છે. આ નિયમ મુજબ, તમારે તમારા હાથમાં રહેલું છેલ્લું પત્તું કાઢી નાખવું પડે છે. આ નિયમ રમતને થોડી વધુ મુશ્કેલ બનાવે છે.

રમીમાં એસિસ

ઉદાહરણ તરીકે, તમારા હાથમાં ફક્ત 7♦ 8♦ છે અને તમે 9♦ ખેંચો છો. તો તમારી પાસે હવે એક સીક્વેન્સ તૈયાર થઇ જાય છે. પરંતુ તમારે ઓછામાં ઓછું 1 પત્તું કાઢી નાખવું પડશે જેનો અર્થ એવો થાય છે કે તમે હવે હાથ જીતી શકતા નથી કારણ કે તમારી પાસે માત્ર 2 પત્તા જ બાકી રહેશે, જે માન્ય સીક્વેન્સ નહીં હોય. આ નિયમનું પાલન કરીને જીતનાર ખેલાડીને વધારાના 10 પોઈન્ટ મળે છે.

રમીમાં એક્કો આવવાના ફાયદા

એક્કો એ રમીમાં એક અનોખું પત્તું બની રહે છે કારણ કે તે સૌથી ભારે પત્તા તરીકે અને સૌથી હલકા પત્તા તરીકે એમ બંને રીતે કામ કરી શકે છે.

એક્કો આવવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે કારણ કે ઘણા ખેલાડીઓ ભારે પત્તાઓ ને ઝડપથી કાઢી નાખે છે.

તમે કાઢી નાખેલા પત્તાઓ ની ઢગલીમાં થી એક્કો ઉપાડી શકો છો કારણ કે આમ કરવાથી ખેલાડીઓ સમજી નહીં શકે કે તમે A, 2, અને 3 ની સીક્વેન્સ બનાવી રહ્યા છો કે પછી Q, K, અને A ની.તેથી, એકબીજાની સીક્વેન્સ પર નજર રાખવાની અને અન્યને જોઈતા પત્તાઓ ને પોતાની પાસે રાખી મુકવાની સામાન્ય વ્યૂહરચના અહીં કામ કરતી નથી.

ફ્લોટિંગ અને ડોમિનો રમી

ફ્લોટિંગ રમી નાં નિયમો - જો કોઈ ખેલાડી હાથમાં નાં બધા જ પત્તાઓ ને ગોઠવી નાંખે અને કોઈ પત્તાને  કાઢી ન શકે તો તેને કારણે રમત સમાપ્ત નથી થતી. આ પરિસ્થિતિને "ફ્લોટિંગ" કહેવામાં આવે છે, એટલે કે, કોઈ પત્તા ન રાખવા.

ડોમિનો રમી- તે પત્તાની એવી રમત છે જેમાં પત્તાઓ પર ડોમિનોઝ જેવા ટપકા હોય છે, પરંતુ આ રમત પણ પત્તાની રમત રમી જેવી જ હોય છે. આ રમત 54 પત્તાઓ ધરાવતી કેટ સાથે રમવામાં આવે છે જેમાં હોય છે :

  • 10 દુડી
  • 12 તીડી
  • 12 ચોગ્ગા
  • 10 પંજા
  • 2 દસા
  • 6 લાલની રાણી
  • 2 જોકર્સ

દરેક ખેલાડીઓને 4 પત્તા મળે છે.

કેવી રીતે રમવી

  • વધેલા પત્તાઓ ની ઢગલી માંથી અથવા કાઢી નાંખવામાં આવેલા પત્તાઓની ઢગલીમાં થી એક અથવા વધુ પત્તાઓ ખેંચો.
  • તમારા હાથમાં રહેલા પત્તાઓ માંથી કોઈ એક પત્તું ટેબલ પર ચત્તું મુકો.
  • તમે અન્ય ખેલાડીઓના પત્તાની ઉપર એક અથવા વધુ રાણી ચડાવવાનું પણ પસંદ કરી શકો છો (એક પત્તા દીઠ એક રાણી). બંને પત્તાઓને કાઢી નાખવામાં આ મદદરૂપ નીવડશે.

જ્યારે ટેબલ પર કોઈ ખેલાડીના 4 કાર્ડ આવી જાય ત્યારે રાઉન્ડ સમાપ્ત થાય છે.

સ્કોરિંગ:

  • વિજેતાને ચારેય પત્તાઓ ની મૂળ કિંમતનો સરવાળો મળે છે.
  • જો ખેલાડી બહાર ગયો હોય તો વધારાના 5 પોઈન્ટ.
  • જો પત્તા 2-3-4-5 હોય તો વધારાના 5 પોઈન્ટ.
  • જો ચારેય પત્તામાં કંઈ પણ સમાન હોય તો વધારાના 10 પોઈન્ટ.
  • હજુ પણ હાથમાં રહેલા પત્તાઓની કિંમત બાદ કરવામાં આવે છે.

દરેક રાઉન્ડમાં, સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ખેલાડી જીતે છે. કોઈપણ ખેલાડી 100 પોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી રમી નાં રાઉન્ડ રમવામાં આવે છે.

રમીમાં ચિપ્સ

ડીલ્સ રમી એ વિવિધ રીતે રમાતા રમીનો જ એક પ્રકાર છે જેમાં ચિપ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રમતમાં ડીલ્સની શરૂઆતમાં જ ખેલાડીઓને ચિપ્સ મળી જતી હોય છે. અહીં સામાન્ય રીતે ડીલ્સની સંખ્યા પૂર્વ-નિર્ધારિત હોય છે. વિજેતાને દરેક રાઉન્ડ/ડીલના અંતે બધી જ ચિપ્સ મળી જતી હોય છે. બધી જ ડીલ્સ રમાઈ ગયા બાદ સૌથી વધુ સંખ્યામાં ચિપ્સ ધરાવનાર વ્યક્તિ જીતે છે.

ચિપ્સ સિવાય બાકીની રમત તો રમીના અન્ય સ્વરૂપોની જેમ જ રમાય છે. સામાન્ય રીતે આ રમત 2 થી 6 ખેલાડીઓ દ્વારા રમવામાં આવે છે. સામાન્ય રીતે આમાં 53 પત્તાઓ  (52+1 જોકર) ધરાવતી કેટનો ઉપયોગ કરવામાં આવે છે.

આનાં સ્કોરિંગનાં નિયમો તો રમીના નિયમો જેવા જ છે. વિજેતાને હારેલા ખેલાડીઓ પાસેથી તેમના સ્કોરના ગુણોત્તરમાં ચિપ્સ મળે છે.

આ સાથે, મૂળભૂત રમી નાં નિયમોનો અંત આવે છે. તમે તમારા મિત્રો અને પરિવારજનો સાથે GetMega પર તેને રમવાનું શરૂ કરી શકો છો.

પત્તાની રમત-રમી જીતવા માટેની ટિપ્સનો ટૂંકસાર

રમી નાં નિયમો નક્કી કરવા તે મહત્વપૂર્ણ તો છે જ પરંતુ સાથોસાથ સમજદારીપૂર્વક અને ઇરાદાપૂર્વક જીતવા માટે પણ તે એટલા જ આવશ્યક છે. તમને સફળતા મેળવવા અને તમારા વિરોધીઓ ને હરાવવામાં મદદ મળી રહે તે માટે અહીં કેટલીક રમી સંબંધી વ્યૂહરચનાઓ આપવામાં આવેલ છે.

મેચની શરૂઆતમાં, શુદ્ધ સીક્વેન્સ બનાવો. તેનાં વિના ઘોષણા કરી શકાતી નથી.

ભારે પત્તાઓ નો નિકાલ કરવો આવશ્યક છે. એક્કો, ગલ્લો,રાજા, રાણી ભારે પત્તાઓ ની શ્રેણીમાં આવે છે. જો તમે રમત હારી જાવ છો, તો પણ આમ કરવાથી તમે ઓછા પોઈન્ટથી હારશો.

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કાઢી નાખેલા પત્તાઓ ની ઢગલીમાંથી પત્તા લેવાનાં ટાળવા જોઈએ કારણ કે તેમાં થી પત્તા લેવાથી તમારા પ્રતિસ્પર્ધીઓને ખબર પડી જઈ શકે છે કે તમે કયો હાથ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

સ્માર્ટ કાર્ડ(એવા પત્તા જે બે રીતે તમને ઉપયોગી નીવડી શકે) ઉપર નજર રાખો. જેમ કે કોઈપણ સૂટનો સત્તો, સમાન સૂટના 5 અને 6 સાથે પણ તે જશે તેમજ 8 અને 9 સાથે પણ તે જશે.

રમીમાં જોકર્સ મહત્વપૂર્ણ હોય છે. ભારે પત્તાઓ ને બદલે તેમનો ઉપયોગ કરો. યાદ રાખો કે શુદ્ધ સીક્વેન્સ  બનાવવા માટે તમે જોકર અને વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરી શકતા નથી.

ઘોષણા કરતા પહેલા પત્તાઓ ને ફરી તપાસી લેવા જરૂરી છે. અયોગ્ય ઘોષણા જીતને પણ સંપૂર્ણ હારમાં પરિવર્તિત કરી શકે છે

GetMega એપ પર Hold'em Poker સહિત ની 12+ રમતો ઉપલબ્ધ છે. એપ પર ઉપલબ્ધ 10,000+ દૈનિક ખેલાડીઓ સાથે રમીને તમે પણ દરરોજ 1,00,000 રૂપિયા સુધી જીતી શકો છો. અત્યારે જ GetMega ડાઉનલોડ કરો!
Title Slug
ભારતીય રમી શું છે: અર્થ, ગોઠવણ, નિયમો, કેવી રીતે રમવું અને વધુ indian-rummy-gujarati
रमी खेलने की टॉप 10 ट्रिक्स tips-tricks-in-rummy-hindi
रम्मी अनुक्रम, श्रृंखला, जोड़ी और नियम सेट करें rummy-sequence-series-pair-and-set-rules-hindi


0

GET ₹3000 BONUS, Use Code: NEW400

poker
Poker
rummy
Rummy